HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત વધુ એક માસ લંબાવાઇ

ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:11 IST)
રાજય સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ અધિનિયમ-૨૦૧૯નું કડક અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી દરમિયાન નાગરિકોને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની મુદતમાં એક માસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
જે મુજબ HSRP લગાવવાની કામગીરી તા.૧૬મી ઓકટોબર-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે તે ઉપરાંત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને HSRP ના સ્થાનિક પ્રતિનિધિના સંકલનમાં રહીને તેઓના કાર્યક્ષેત્રમાં સ્થિત વિવિધ રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટો સહિતના વિવિધ રેસીડેન્ટ વેલ્ફેર એસોશીએસનના સંચાલકોનો સંપર્ક કરી મોટી સંખ્યામાં જૂના વાહનોમાં એચ.એસ.આર.પી.નું ફીટમેન્ટ થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. 
 
આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા ફક્ત આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. કચેરી ખાતે લેવાતા નિયત દર સિવાય વધારાના નાણા જેમ કે સર્વિસ ચાર્જ, સર્વિસ ટેકસ વગેરેના નામે ચૂકવવાના નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર