જાણો વિજય રૂપાણી આખરે વિજય મોદી કેવી રીતે બની ગયાં.

મંગળવાર, 13 માર્ચ 2018 (11:53 IST)
સુરતમાં એક અઠવાડિયા પહેલાં મહિલા દિવસની ઉજવણી માટે લાગેલા હોર્ડિગ્સનો વિવાદ થયો છે. એક સપ્તાહ પહેલાં નાનપુરા વિસ્તારમાં લાગેલા બોર્ડમાં મુખ્યમંત્રીનું નામ જ બદલી કાઢવ્માં આવ્યું છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણીને બદલે વિજય મોદી લખાયેલું હોવાનો ફોટો દિવસ દરમિયાન શોશ્યલ મિડિયામાં હોટ બન્યો હતો. આજે દિવસ દરમિયાન શોશ્યલ મિડિયામાં વિકાસ ગાંડો થયો કે સરકારી તંત્ર એવું લખાવીને સુરતમાં લાગેલા હોર્ડિગ્સનો વિવાદી ફોટો મુકવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમની સરકારની જાહેરાત માટે નાનપુરા વિસ્તારમાં હોર્ડિગ્સ મુકવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા નીચે નરેન્દ્ર મોદી અને ગુજરાતન મુખ્મંત્રી વિજય રૃપાણીના ફોટા નીચે વિજય રૃપાણીને બદલે વિજય મોદી લખવામાં આવ્યું છે. મહિલા દિવસની ઉજવણી પહેલાં લગાયેલા સરકારી જાહેરાતના આ હાર્ડિગ્સમાં મુખ્યમંત્રીની અટક બદલી નાંખવામા ંઆવી છે. અઠવાડિયાથી આ હોર્ડિગ્સ લાગ્યું હોવા છતાં કોઈનું ધ્યાન ગયું ન હતું આજે શોશ્યલ મિડિયાના કારણે આ હોર્ડિગ્સ ચર્ચામાં આવ્યું છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે સરકારી તંત્ર હજી મોદીને વડા પ્રધાન નહીં મુખ્યમંત્રી જ ગણી રહ્યાં હોવાથી આવી ભુલ કરી રહ્યું છે. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર સુરત આવતાં હતા ત્યારે પણ નરેન્દ્ર મોદીને આવકારતા હોર્ડિગ્સમાં વડા પ્રધાનને બદલે મુખ્યમંત્રી લખી દેવાતા વિવાદ ઉબો થયો હતો. આ વખતે મુખ્યમંત્રી વિજય રૃપાણીને વિજય મોદી બનાવી દેવાતા વિવાદ ઉભો થયો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર