જાણો સમુદ્રથી ભચાઉના ખેતરો સુધી કેવી રીતે પહોંચી માછલીઓ

શુક્રવાર, 10 જુલાઈ 2020 (11:28 IST)
ખેતરોમાં ઉભા પાક વચ્ચે માછલીઓની આ તસવીર ગુજરાતના કચ્છની છે. બે દિવસથી અનરાધારા વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરૂવારે સવારે જ્યારે ખેડૂતો જ્યારે ખેતરમાં પહોંચ્યા તો ત્યાં જોયું કે પાક વચ્ચે નાની નામી માછલીઓનો ભંડાર હતો. તેમાં હજારો માછલીઓ જીવીત હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, પોરબંદર અને જામનગર ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ સોમવારેથી મૂશળાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. જેથી હવે વરસાદ બાદ પાક સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. 
 
તરઘડીમાં પાણી ઓસરી ગયા બાદ સવારે ખેડૂતો અને મજૂરો ખેતરમાં પહોંચ્યા હતા. ત્યારે ખેતરમાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા. નજીક જોઇને જોયું તો પક્ષીઓ માછલીઓની દાવત માણી રહ્યા હતા. પટેલે જણાવ્યું કે મોટી સંખ્યામાં માછલીઓ જીવી હતી. જ્યારે પાણી ભરેલી ડોલમાં માછલીઓ નાખી તો તે તરવા લાગી હતી. 
 
ભચાઉ તાલુકો અરબ સાગરના કિનારે આવેલો. એટલે શક્યતાઓ છે કે ભારે વરસાદ અને વાવાઝોડાથી આ માછલીને આવી હશે. વરસાદના લીધે ખેતરોમાંન પાણી ભરાઇ ગયું હતું, જેથી માછલીઓ જીવીત રહી. હાલ આ લોક માટે આશ્વર્યનો વિષય બની ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર