Heavy Rainfall in Ahmedabad Video - અમદાવાદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ , અમદાવાદમાં આજે શાળા-કૉલેજમાં રજા, અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિર્ણય
સોમવાર, 11 જુલાઈ 2022 (06:46 IST)
રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 4 કલાકમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ 12.08 ઇંચ જેટલો વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો છે. હજુ આગામી 3 કલાક તથા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે તેવી એપાર્ટમેન્ટના રહિશોને ચિંતા છે.
This is the basement of a posh apartment in highly expensive locality in western Ahmedabad. Cars parked in the basement submerged in storm water. #Ahmedabadrainspic.twitter.com/rl9Qvzsuao