ગોધરા કાંડ પર ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, 11 દોષીઓની ફાંસીની સજા ઉંમરકેદમાં બદલાઈ

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (11:10 IST)
- 59 કારસેવકો માર્યા ગય અહતા 
- સાબરમતી કોચના એસ 5 અને 6 માં આગ લગાવી દેવામાં આવી હતી 
- ગોધરા કાંડમાં કોઈને ફાંસીની સજા નહી 


2002માં ગોધરા સ્ટેશન પર ટ્રેનમાં થયેલ આગચંપી મામલે હાઈકોર્ટ સોમવારે મહત્વનો નિર્ણય સંભળાવશે.
એસઆઈટીની સ્પેશ્યલ કોર્ટ તરફથી આરોપીઓને દોષી ઠેરવવા અને મુક્ત કરવાના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 
 
ગુજરાત હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનમાં આગથી અયોધ્યાથી પરત ફરી રહેલ 59 લોકો માર્યા ગયા. તેમા મોટાભાગના લોકો કારસેવક હતા. 
 
આ ઘટના પછી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં હિંસા ભડકી ઉઠી હતી. પહેલી અને બીજી માર્ચે રમખાણો વધુ ભડક્યા હતા. પણ ત્રણ માર્ચે સરકારે રમખાણો પર નિયંત્રણ મેળવી લીધો હતો.  આ રમખાણોમાં કુલ 1044 લોકોના મોત થયા. 
 
એસઆઇટીની વિશેષ અદાલતે 1 માર્ચ 2011ના રોજ આ મામલામાં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જયારે 63 દોષિતો છોડી મુકયા હતા. 11 દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જયારે 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં હાઇકોર્ટમાં અનેક અપીલો દાખલ કરી દોષ સિધ્ધિને પડકારવામાં આવે, જયારે રાજય સરકારે 63 લોકોને છોડી મુકવાને પણ પડકારી હતી.
 
વિશેષ કોર્ટે ફરિયાદીઓની એ દલીલોને સ્વીકારી 31  લોકોને દોષિત ઠેરવ્યા હતા કે ઘટનાની પાછળ ષડયંત્ર હતુ. દોષિતોને હત્યા, હત્યાનો પ્રયાસ અને આપરાધિક ષડયંત્ર હેઠળ કસુરવાર ગણવામાં આવ્યા હતા. હવે જયારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ગોધરાકાંડ પર આવનારા આ ફેંસલાની રાજકારણ ઉપર અસર પડશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર