જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા ૭૭ વર્ષના બુર્ઝુગને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે અને મંગળવારે સાંજે ૫ વાગ્યે ઇશ્વર તેઓને પોતાના ધામમાં લઈ જશે તેવી વાત વહેતી થતાં જામવણથંભી ગામમાં કુતુહુલ ફેલાયું હતું. સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા બુર્ઝુગ બપોરથી સ્વામિનારાયણ મંદિરમાં બેસી ગયા હતા અને ગ્રામજનોએ પણ એકત્ર થઈને ધુન બોલાવાતું ચાલું કરી દીધું હતું. પરંતુ હરીબાપાનો હરીધામમાં પહોંચવાનો દાવો પોકળ સાબિત થયો છે અને તેઓને હરીધામને બદલે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં તેઓની તબીયત સ્વસ્થ હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું છે. જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે તરીકે સેવા પૂજા કરતા હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના ૭૭ વર્ષના કડીયા કુંભાર બુર્ઝુર્ગને થોડા સમય પહેલા પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. તેવું જણાવી તેઓએ ગ્રામજનો સમક્ષ એવી વાત વહેતી કરી હતી કે, ૨૪ એપ્રિલનાં સાંજે ૫ વાગ્યે ઈશ્વર તેને પોતાના ધામમાં લઈ જશે અને તેઓ પોતાનો દેહ છોડી દેશે જે સાંભળીને ગ્રામજનોમાં કુતુહુલ ફેલાયું હતું.