જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર, રેલ્વે તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના મોવાણા અજાબ બાલાગામ કાલવાણી, કણેરી, કેવદ્રા, મધરવાડા, પાણખાણ, સિલોદર સેંદરડા સહીતનાં ગ્રામ્ય વિસ્તારોમા કામ કરતાં મધ્યપ્રદેશનાં ૧૨૫૦ જેટલા શ્રમિકોને ખાસ શ્રમિક રેલ દ્વારા વતનની વાટે પહોંચાડવાનો પ્રબંધ કરાયો હતો.
જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીના માર્ગદર્શન તળે નાયબ કલેકટર જવલંત રાવલ, રેખાબા સરવૈયા, મામલતદાર ચૈાહાણ, ઊપરાંત લેબર ઓફીસર મહાવિરસિંહ પરમાર, પોલીસ અધિકારીઓ, આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબની શ્રમિકો માટે રેલ્વેમાં તેમજ રેલ્વે પ્લેટફોર્મ પર વ્યવસ્થા કરવામાં સહયોગી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોરઠમાંથી શ્રમીકોને તબક્કાવાર તેમના વતનમાં મોકલવામાં આવનાર છે. જેની તમામ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે.