GUJCET EXAM 2021 - ગુજરાતમાં આવતીકાલે યોજાશે ગુજકેટ, જાણી લો ટાઈમિંગ અને નિયમો

ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (12:44 IST)
ગુજરાત કોમ એંટ્રેસ ટેસ્ટ (GUJCET)ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ નજીક આવી ગઈ છે. ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી બોર્ડ (GSHSEB) તરફથી આ પરીક્ષા આવતીકાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ આયોજીત થશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા વિશેષ રૂપથી ગુજરાતના કોલેજોમાં એંજિનિયરિંગ અને ફાર્મસી કોર્સમાં એડમિશન માટે આયોજીત કરવામાં આવે છે. પરીક્ષાનો ટાઈમ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી નક્કી થયો છે. 
 
ત્રણ ભાષાઓમાં આપી શકો છો પરીક્ષા 
 
ઉલ્લેખનીય છે કે ત્રણ ભાષાઓ હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં આયોજીત કરવામાં આવે છે. વિદ્યાર્થી તેમાથી કોઈપણ એક વિષય પસંદ કરી શકે છે. પરીક્ષામાં સામેલ થવા માટે વિદ્યાર્થીને સત્તાવાર વેબસાઈટ પરથી પરીક્ષા પેટર્ન અને યોગ્યતા વિશે જાણી શકો છો. 
 
4. જુલાઈથી અરજીની અંતિમ તારીખ 
 
ઉલ્લેખનીય છે કે આ પદ પર અરજી કરવા માટે અંતિમ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પણ પછી તારીખ આગળ વધારીને 4 જુલાઈ કરી દીધી હતી. ખાસ વાત એ છે કે ફિજિક્સ અને કેમેસ્ટ્રીનુ પેપર 120 મિનિટ અને મેથ્સનુ પેપર 60 મિનિટનુ રહેશે. 
 
ગુજકોટની પરીક્ષાને આજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં આજથી પરીક્ષાના કન્ટ્રોલરૂમ કાર્યરત થશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 8380 ઉમેદવારો પરીક્ષા આપશે.
 
ગુજકોટની પરીક્ષા સંદર્ભે ગોઠવવામાં આવેલી બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે આ પરીક્ષામાં પણ પરીક્ષાખંડ દીઠ 20 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક કેન્દ્રોમાં સેનેટાઇઝ કરવાની સુચના આપવામાં આવી છે પરીક્ષા કેન્દ્રોમાં ટેમ્પરેચર માપ્યા પછી જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. 
 
- બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેના કરતા વધુ સધન ત્રણ પ્રકારની  કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આી છે. જેમાં દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વર્ગ 1 અને 2  ના અધિકારીઓ હાજર રહેશે
- ગાંધીનગરથી દરેક જિલ્લામાં ફલાઇંગ સ્કવોડ મુકાશે 
-  સરકારી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ ગાંધીનગરથી થશે. પરીક્ષા સબંધી તમામ વ્યવસ્થાને આજે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર