ગુજરાતના ઘેટા-ઉન નિગમને બે વર્ષથી ધંધો નહીં મળતાં હાલત કફોડી

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (13:14 IST)
અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ બનતા હવે લદાખ પણ ફકત ટુરીઝમ નહી પરંતુ વ્યાપાર-ઉદ્યોગની દ્રષ્ટીએ પણ ચર્ચામાં આવી ગયું છે અને અહી સૌથી મહત્વનો ઉનનો વ્યાપારને નવી આશા છે. ગુજરાતમાં શીવ એન્ડ યુલ ડેવલપમેન્ટ- કોર્પોરેશન છે તે છેલ્લે આ નિગમના વડા તરીકે જાણીતા આઈપીએસ અધિકારી કુલદીપ શર્માની નિયુક્તિ તે સમયની ગુજરાતની મોદી સરકારે કરી હતી તે બાદ આ નિગમમાં કોઈ કર્મચારી છે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે અને છેલ્લા બે વર્ષથી નિગમે તેની ખરીદી પણ બંધ કરી છે. જેના કારણે ગુજરાતના પશુપાલકો માટે એક સમય આજીવીકાનું કેન્દ્ર ગણાતા ઉનના વેચાણને પણ લગભગ બ્રેક લાગી છે અને ઘેટાનો ઉછેર પણ ઘટવા લાગ્યા છે. ઉનનું સ્થાન સિન્થેટીક ઉને લીધું છે અને તે પણ ચાઈનીઝ માલ વેચાય છે. હાલ આ નિગમના ચેરમેન તરીકે ભવાન ભરવાડ છે. ઉનનું સૌથી મોટુ માર્કેટ બીકાનેર છે પણ તે બજાર હવે ખરીદીના અભાવે તૂટવા લાગી છે અને હવે ગુજરાતમાં રૂા.2ના કિલોના ભાવે પણ ઉન વેચાતું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર