સુરત: 5 વર્ષની બાળકીના પેટની આરપાર થયો 10 ફૂટનો સળિયો

શનિવાર, 22 જૂન 2019 (16:42 IST)
સુરત શહેરમાં 5 વર્ષની બાળકીના પટેમાં 10 ફૂટનો સળિયો આરપાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલ સાંજે શહેરના વેસુ રોડ પર આવેલા જોલી બંગ્લોઝ પાસે રહેતી 5 વર્ષની બાળકી શર્મિલા સુરંગ રાવત તેના પિતા સાથે બાંધકામ સાઇટ પર ગઇ હતી. જ્યાં આ બાળકી રમતા રમતા પહેલા માળથી નીચે પટકાઇ હતી.
 
પહેલા માળથી શર્મિલા નીચે પડેલા સળિયા પર પડતા 10 ફૂટનો સળિયો તેના પેટની આરપાર નિકળી ગયો હતો. ત્યારે આ દૂર્ઘટના સર્જાતા પિતા સહિત સાથે કામ કરતા કામદારો હત દોડીને બાળકી પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલીક 108ને જાણ કરતા એમ્બ્યૂલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતા.
 
જ્યાં પહેલા તો બાળકીના પીઠના ભાગેથી સળિયો કાપ્યા બાદ પેટના ભાગેથી સળિયો કપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને તાત્કાલીક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા સર્જરી કરીને બાળકીના પેટમાંથી સળિયો કાઢી લેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર