ગાંધીનગરની ગાદી કોને મળશે તેના માટે આદિવાસી વોટ બેન્ક સૌથી અગત્યની

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (14:45 IST)
ગાંધીનગરની ગાદી કોને મળશે તેના માટે આદિવાસી વોટ બેન્ક સૌથી અગત્યની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આદિવાસી યાત્રા યોજીને આદિવાસીઓને પોતાની સાથે જોડવાના પ્રયાસો કરશે ત્યારે આદિવાસી વિસ્તારોમાં એવું તો શુ છે ભાજપ અને કોંગ્રેસ અહિં માટે ખાસ યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ગાંધીનગરમાં સત્તા પર કોને બેસાડવા તે આદિવાસી મતદારો નક્કી કરનાર છે. ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્બર 2017માં યોજાનાર છે ત્યારે હવે આદિવાસી મતદારો ને આકર્ષવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે 7 ફેબ્રુઆરીથી આદિવાસી ગૌરવ વિકાસ યાત્રાનું આયોજન કર્યુ છે યાત્રા 11 દિવસ સુધી ચાલશે ત્યારે બીજી તરફ કોંગ્રેસે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી યાત્રાની કરેલ જાહેરાત બાદ ચૂંટણીઓ ને કારણે મોકૂફ રાખેલી આદિવાસી યાત્રાને ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવાનું મન મનાવી લીધું છે

વેબદુનિયા પર વાંચો