ગુજરાતી ફિલ્મોને સબસિડી આપવામાં ગેરરિતિ કરાઈઃ કોંગ્રેસ
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (14:08 IST)
રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઇ હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે કહ્યું કે, જે ગુજરાતી ફિલ્મ વર્ષ 2016, 2017 અને 2018માં રીલીઝ થઇ તેવી ફિલ્મોને વર્ષ 2016 પ્રમાણે સબસીડી આપવાની થતી હતી, તેમ છતા આ ફિલ્મોને નવી વર્ષ 2019ની નિતી પ્રમાણે સબસીડી અપાતા સહાય ચુકવવામાં પણ ગેરરીતિ થઇ છે. ગુજરાતી ફિલ્મનો ગુણાંકનના આધારે સબસીડી ગ્રેડેશન માટેનાં સ્ક્રીનિંગ મુજબ 2019ની સુધારેલી નિતી પ્રમાણે સબસીડી આપવા માટે વર્ષ નવી નીતિનો અમલ થયા પછી રીલીઝ થનાર ફિલ્મને લાભ મળે છે, પણ આ અગાઉ પણ રીલીઝ કરાયેલી ફિલ્મોને નવી સુધારેલી નીતિ પ્રમાણે લાભ અપાયો હોવાનું ધાનાણીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તા. 9 સપ્ટેમ્બર,2020ના મનોજકુમાર પટેલે આરટીઆઇના આધારે મેળવેલી માહિતીમાં 37 ફિલ્મો પૈકી 18 ગુજરાતી ફિલ્મો વર્ષ 2016,2017 અને 2018માં રીલીઝ થઇ હોવાછતા તેને નવી સુધારેલી નીતિ પ્રમાણે સબસીડીનો લાભ અપાયો છે