જાણીતા ગુજરાતી કલાકારનું હાર્ટએટેકથી મોત

રવિવાર, 1 ઑક્ટોબર 2023 (13:19 IST)
ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે.  બોમ્બે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક (Bhaskar L Gojak) દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
 
 હૃદયરોગના હુમલાથી દાહોદમાં નાટક ભજવવા આવેલા મુંબઈના એક થિયેટરના કલાકારનું મોત નિપજ્યું છે. મુંબઈમાં રહેતા 39 વર્ષીય કલાકાર ભાસ્કર એલ.ભોજકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે. 
 
: કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર