15 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું
આજે અમરેલી અને તાપી સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. આણંદ, અરવલી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, જૂનાગઢ, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.