મનપામાં ફરી એકવાર બહુમત, જીતમાં પાટીદાર સમાજનો મહત્વપૂર્ણ રોલ

બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (20:38 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામો જાહેર થઇ ગઇ છે. રાજ્યની તમામ છ મહાનગર પાલિકમાં ફરી એકવાર ભાજપનું શાસન આવી ગયું છે. અમદાવાદ મહાનગર પાલિકામાં 192 સીટોમાંથી ભાજપે 159, કોંગ્રેસે 25, AIMIM 7 અને અન્યના ખાતામાં 1 સીટ ગઇ હતી. જ્યારે વડોદરા મહાનગર પાલિકામાં 76 સીટોમાં ભાજપે 69 સીટો, કોંગ્રેસે 7 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો હતો સુરત મહાનગર પાલિકામાં 120 સીટોમાં ભાજપે 93 સીટો, આપે 27 સીટો જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. 
 
રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 72 માંથી 68 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ 4 સીટો પર વિજયી બની છે. ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 52 સીટોમાંથી ભાજપે 44 અને કોગ્રેસે 8 સીટો જીતી છે. તો જામનગર મહાનગર પાલિકની 64 સીટોમાંથી ભાજપે 55 સીટો,કોંગ્રેસ 3 જ્યારે બસપા (અન્ય) ના ખાતામાં 3 સીટો ગઇ હતી. 
 
જોકે સુરતને પાટીદારો ગઢ ગણવામાં આવે છે અને ગત 25-30 વર્ષોથી પાટીદાર સમાજના સૌથી મોટા સમર્થક ગણવામાં આવે છે.પરંતુ આ ચૂંટણીમાં પાટીદારોએ જ આમ આદમી પાર્ટીની જીતમાં પોતાની નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના પાટીદાર સમાજમાંથી આવે છે. 
 
માનવામાં આવે છે કે સુરતના વેપારીઓનો મોટો વર્ગ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કામકાજથી પ્રભવિત થયો છે. જેના લીધે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતની પોતાની સભામાં દિલ્હીના વેપાર મોડલની પ્રશંસા કરી હતી. તેનાથી વેપારીઓના મનમાં કેજરીવાલને લઇને વિશ્વાસ ઉત્પન્ન થયો છે. 
 
આ ચૂંટણીમાં વધુ એક વાત સ્પષ્ટ થઇ છે કે કોંગ્રેસ હવે આગળ વધવામાં નિષ્ફળ રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાને ઉપેક્ષિત ગણાવ્યા હતા. કોંગ્રેસ છેલ્લે 2000 થી 2005 દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકામાં મોટી પાર્ટી બની હતી. લોકતંત્રમાં જેટલું મહત્વ સત્તાધારી પાર્ટીનું હોય છે એટલું જ મહત્વ વિપક્ષનું પણ હોય છે. કેન્દ્ર અને રાજ્યોના રાજાકરણથી માંડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ગુમાવતી જોવા મળી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર