દિવાળીના દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના

સોમવાર, 21 ઑક્ટોબર 2019 (12:52 IST)
ગુજરાતીઓની દિવાળી બગડે તેવી સંભાવના છે. હવામાનની આગાહી કરતી વીન્ડી વેબસાઈટ મુજબ દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની છે જે દિવાળી અને નવા વર્ષના દિવસે ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી શકે છે.ગુજરાતવાસીઓની દિવાળી વાવાઝોડુ બગાડે તેવી શક્યતા છે. જેમાં દિવાળીના તહેવારમાં જ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળી દરમિયાન  વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. જે રીતે વાયુ વાવાઝોડાની અસર રાજ્યમાં જોવા મળી હતી તેવી જ રીતે હાલ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ બની છે. જેને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં દિવાળીના તહેવાર પર વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ઉભી થયેલી નવી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકામાં પણ પવન સાથે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને લઇને વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો કે દિવાળી દરમિયાન વરસાદ આવે તો ખેડૂતોને ભારે નુકસાન થઇ શક છે. જેમાં મગફળી, કપાસ, કઠોળ, ડાંગર, તલના પાકને નુકસાન થઇ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર