રાજસ્થાનમાં ભારે વરસાદે કારણે અરવલ્લીની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે તંત્રએ શામળાજી-ભિલોડા રોડ બંધ કરાવ્યો હતો. બીજી તરફ રતનપુર ખાતે નેશનલ હાઇવે નંબર-8 પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. રાજસ્થાનમાં ગત રાત્રીએ ઉદયપુર, ડુંગરપુર અને રતનગઢમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે જ સરહદે આવેલા અરવલ્લી જિલ્લાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.રાજસ્થાનમાં ભારે વરસાદ અને બુધવારે ભિલોડામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના ટાકાટુકા, ઉબસલા, બોલુન્દ્રા, ઢોલવાણી, સિલાસણ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે.