મેઘરજમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાએ કાકીને જીવતી સળગાવી

શનિવાર, 23 જૂન 2018 (13:59 IST)
અરવલ્લી જિલ્લામાં ભત્રીજાએ મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાઓ દ્વારા કેરોસીન છાંટીને આગ ચાંપીને જીવતી સળગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. મહિલા ગંભીર રીતે દાઝી હોવાની મોડાસાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગામમાં મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. શાંતાબહેન નામની આ મહિલા ઉપર તેમના ભત્રીજાઓએ કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોને જાણ થતાં જ મહિલાને તાત્કાલીક મોડાસા સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવમાં આવી હતી. ગંભીર રીતે દાઝેલી આ મહિલાને ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર અપાઇ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ હૉસ્પિટલ દોડી આવી હતી. પોલીસે કાકીને જીવતી સળગાવનાર ભત્રીજા સહિતાના આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણાવા મળ્યું છે કે, કાકી મેલી વિદ્યા કરતી હોવાના અને ડાકણ હોવાનો વહેમ રાખીને ભત્રીજાએ કાકીને જીવતી સળગાવી હોવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. જ્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા મળતું હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ હૉસ્પિટલ દોડી આવી હતી. પોલીસે કાકીને જીવતી સળગાવનાર ભત્રીજા સહિતાના આરોપીઓ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર