અમદાવાદના નવા મહિલા મેયર બીજલ પટેલ તથા ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાની વરણી

ગુરુવાર, 14 જૂન 2018 (13:09 IST)
અમદાવાદના વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી આજે મળનાર બોર્ડની સામાન્ય સભામાં નવા મહિલા મેયરની વિધિવત વરણી થઇ ગઇ છે. અમદાવાદના મેયર તરીકે બિજલ પટેલની જાહેરાત થઇ છે. જે પાલડીના કોર્પોરેટર છે. જ્યારે દિનેશ મકવાણાની ડે.મેયર તરીકે વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરાઇ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને બનાવવામાં આવ્યા છે. 2019ની ચૂંટણીને ધ્યાને રાખી મેયરોના નામ પસંદ કરવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણોને આધારે પદ નક્કી કરવામાં આવશે. મજબૂત વહીવટી કુશળતા ધરાવતા કોર્પોરેટરને પણ સ્થાન મળશે. ગુજરાતમાં થયેલા જાતિવાદ આંદોલનો અને એના કારણે ઊભા થયેલા વાતાવરણના કારણએ મોવડી મંડળ જ્ઞાતિજાતિના સમીકરણો બેસાડવા કવાયત હાથ ધરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે, કેટલાક જ્ઞાતિ સમાજના આગેવાનો તેમના સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી રજૂઆત કે દબાણ કરી રહ્યા છે. બ્રાહ્મણ મેયર હોય તો પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પટેલ મેયર બને તો ઓબીસીમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને તેવું સમીકરણ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અઢી વર્ષની બીજી ટર્મના નવા મેયર અને ડેપ્યુટી મેયરની આજે વરણી કરાઈ હતી. જેમાં મેયર તરીકે બિજલ પટેલ, ડે. મેયર તરીકે દિનેશ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે અમુલ ભટ્ટની નિમણૂંક કરાઈ છે. બિજલ પટેલ અઢી વર્ષની ટર્મ માટે મેયર બન્યા છે. તેમજ સ્ટેડન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ જાહેરાત કરાઈ છે. આ નિમણૂંકમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. આજે ગુરુવારે સવારે ચૂંટણી યોજાઈ હતી પરંતુ અગાઉ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ પદ માટેના ઉમેદવારોની નામો જાહેર ન કરતા સસ્પેન્સ વધુ ઘેરુ બન્યું હતું. આ ટર્મનું મેયરપદ મહિલા માટે અનામત હોવાથી ભાજપની 70 જેટલી મહિલા કોર્પોરેટરો પૈકી 15 સિનીયર અને 10 જુનિયર મહિલાઓને જ્ઞાતિ, ગોળ અને વોર્ડના સમીકરણો સાથે પોતાના ગોડફાધરો દ્વારા મરણિયા પ્રયાસો કર્યા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર