કોવિડ મહામારીના કારણે ગત 25 નવેમ્બરના રોજ અહમદ પટેલનું મોત થયું હતું અને 1 ડિસેમ્બરના રોજ અજય ભારદ્રાજનું મોત થયૂં હતું. ભાજપના બંને ઉમેદવારોએ ગુરૂવારે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. રામભાઇ મોકરિયા મારૂતિ કુરિયરના સંસ્થાપક સીએમડી છે અને રાજકોટમાં ભાજપના જૂના કાર્યકર્તા રહ્યા છે. 1974 માં તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા અને પછીમાં 1978માં જનસંઘમાં સામેલ થયા, ત્યાર્થી તે ભાજપમાં છે. મોકારિયા બ્રાહ્મણ સમાજમાંથી છે.
રામભાઇ મોકરિયાની કારકિર્દી વિદ્યાર્થી કાળથી સંઘ પરિવાર સાથે સંકળાયેલી છે અને તેઓ પોરબંદર નજીકના ઘેડ વિસ્તારના વતની છે અને ભાજપની પ્રદેશ કારોબારીમાં પણ રહી ચૂક્યા છે. ભાજપના બીજા ઉમેદવાર દિનેશ પ્રજાપતિ ડીસાના વતની છે અને સંઘ પરિવાર સાથે ખૂબ જૂનો સંબંધ ધરાવે છે . તેઓ ડીસામાં દિનેશ અનાવાડીયા તરીકે જાણીતા છે. હાલ તેઓ ભાજપમાં બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ છે