મોટાભાગે જોવામાં આવે છે કે પરણેલે સ્ત્રીઓ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બનાવે કે પછી આ કારણ ક્યાક કોઈ મર્ડર થઈ ગયુ. ભારતીય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ સારા સંકેતો નથી. પણ ક્યારેક તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે છેવટે આવુ કેમ થાય છે. કોઈપણ મહિલા કે પુરૂષ પોતાના જીવનસાથીને દગો કેમ આપે છે ? આ બધા પાછળ અનેક કારણો હોઈ શકે છે.
પશ્ચિમી સભ્યતાઓનો પ્રભાવ - પશ્ચિમી દેશોમાં મોટાભાગના યુવક-યુવતી લગ્ન પહેલા જ સેક્સ આનંદ પ્રાપ્ત કરી ચુક્યા હોય છે. ત્યા સ્ત્રી-પુરૂષ એકને છોડીને બીજાની સાથે લગ્ન કરી લે છે. તેમના વૈવાહિક સંબંધો પણ થોડા દિવસમાં જ તૂટી જાય છે. ફરક એટલો છે કે એ લોકો આ પ્રકારના અનૈતિક સંબંધોને ઉછાળતા નથી. આ પ્રકારના સંબંધોનો ભારત જેવા દેશોમાં આવવુ આપમેળે જ સ્ત્રીને બીજા પુરૂષ પાસે જવા માટે ઉત્સાહિત કરે છે.