મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (12:38 IST)
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉત્ત્રરાર્ધ મહોત્સવ 2017 નો પ્રારંભ થયેલ છે જેનો યુવક સેવા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દિપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો.તેમને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કલા સંસ્ક્રુતિ અને તેની સાથે સંકળાયેલ કલાકારો અને કસબીઓને  પ્રોત્સાહન આપવા માટે સતત પ્રય્ત્નશીલ રહેલ છે.

અને આવા મહોત્સવ થકી રાજ્યના  ભવ્ય સાંસ્ક્રુતિક વારસાને  દેશ વિદેશ મા ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત  થાય છે અને તેના થકી પ્રવાસન ઉદ્યોગ ને પણ વેગ મળે છે. આ કાર્યક્રમની પ્રથમ પ્રસ્‍તુતી દિવ્‍યાગ બાળકો દ્વારા કરવામાં આવી હતી.

જેને ઉપસ્‍થિત કલા પ્રેમી દર્શકોએ રસપુર્વક નિહાળી હતી. આ પ્રસંગે મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ મોઢેરા સુર્યમંદિરની મુલાકાત લઇ થઇ રહેલ વિકાસના કોમીન સમિક્ષા કરી હતી. તથા કલાકારોને રૂબરૂ મળી તેમના મંત્‍વયોની જાણકારી મેળવી હતી. આ મહોત્સવમા મોઢેરા સુર્ય મંદીર ખાતે  ઘુંઘરુ,નાદ,નર્તન અને વાયોલીન વાદન ના સમન્ંવય થી વાતાવરણ જીવંત બન્યુ હતુ,, અને જેની દેશ અને વિદેશના દર્શકોએ પ્રશંસા કરી હતી.

મહેસાણા જિલ્લાના મોઢેરા સુર્ય મંદીર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 ના વર્ષ થી  ઉત્તરાર્ધ મહોત્સવ ની ઉજવણી કરવામા આવે છે. રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તીઓ,જિલ્લા વહિવટી તંત્ર અને વેસ્ટઝોન કલ્ચરર સેન્ટર  ઉદયપુર દ્વારા આ મ્હોત્સવ નુ આયોજન કરવામા આવે છે.  આજના દિવસે  અલ્પના નાયકે ઓડિસી, શ્રીમતી ભૈરવી હેમંતે ભારત નાટયમ મિરા નિગમ ઉપાધ્યાયે ભારત નાટ્યમ અને ક્રુપલ સોમપુરાએ ભારત નાટયમ ઉપર પોતાની કલા પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રીમતિ જયશ્રીબેન પટેલ, યુવક સેવા કમિશનરશ્રી એમ.વાય દક્ષિણી, નિવાસી કલેકટર શ્રી રમેશ મિરઝા. અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થીત રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો