પાટીદારોને ઓબીસી મળશે તે માટે રાહુલ લેખિતમાં ખાતરી આપે : સરદાર સંકલ્પ રથ

સોમવાર, 6 નવેમ્બર 2017 (12:27 IST)
પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ બાદ કોંગ્રેસ દ્રારા ચાર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં રવિવારના રોજ કપિલ સિમ્બલ અને બાબુ માંગુકિયા વચ્ચે પણ પાટીદાર સમાજને અનામત કઇ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં સરદાર સંકલ્પ રથના નેજા હેઠળ 24 જીલ્લાના પાટીદાર યુવા સંગઠનો દ્વારા રાહૂલ ગાંધી અને અલ્પેશ ઠાકોર તેમજ હાર્દિક પટેલ સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમા, કોંગ્રેસ કેવી રીતે ઓબીસીમાં અનામત આપી શકે તેમજ અલ્પેશ ઠાકોર તેનો વિરોધ કરશે કે સમર્થન ઉપરાંત હાર્દિક ઓબીસી છોડીને ઈબીસી પ્રત્યે કુણું વલણ કેમ ધરાવે છે તેવા અનેક પ્રકારના સવાલો ઉઠાવાયા હતા. સરદાર કલ્પરથે રાહૂલ અને અલ્પેશ પાસે તેમના પાટીદારોને ઓબીસી મળે તે અંગેના વલણને લેખિતમાં આપવાની માગ કરી છે. સાથેજ જણાવ્યું છે કે, જો લેખિતમાં સમર્થન આપશે તો કોંગ્રેસને પણ સમર્થન આપવા અંગે વિચાર કરવામાં આવશે. આ અંગે તમામ સંસ્થાઓ વતી સરદાર કલ્પરથના હરેશ પટેલે જણાવ્યુ હતુ કે આંદોલનને પુર્ણ કરવા સરકાર સાથે થયેલી મિટીંગમાં સરકારે ત્રણ શરતો માની હતી. જ્યારે આર્થિક સહાય પણ સંસ્થાઓએ કરી દીધી છે. તેમ છતા ‘પાસ’ની ટીમ કોંગ્રેસ સાથે મિટીંગ કરીને અનામતની માંગ કરીને સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી અને અલ્પેશ ઠાકોર પાસે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળશે તેવુ પણ લેખીતમાં માંગણી કરી છે. તથા શિયાળુ સત્રમાં રાહુલ ગાંધી લોકસભામાં બીલ રજુ કરે તે જ કોંગ્રેસને સમર્થન આપવા વાટાધાટો કરવા તૈયાર હોવાનુ હરેશે જણાવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર