ગુજરાતમાં 4.89 લાખ કરતા પણ વધુ કલારસિકો 'કલામહાકુંભ'માં ભાગ લેશે

શુક્રવાર, 17 જાન્યુઆરી 2020 (14:40 IST)
ગુજરાતની પરંપરાગત નૃત્ય, ગાયન, વાદન, સંગીત સહિતની કલાઓે જીવંત રાખવા તેમજ તેના કલાસાધકો-રસિકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ' કલા મહાકુંભ'નું આયોજન કરાયું છે. જાન્યુઆરી-ફેબુ્રઆરી માસ દરમિયાન યોજાનારી કુલ ૨૩ પ્રકારની સ્પર્ધાઓમાં  ભાગ લેવા માટે રાજ્ય ભરમાંથી ૪,૮૯,૩૪૬ કલારસિકોએ અરજી કરી છે.  કલા મહાકુંભની વિશેષ વાત એ છેકે તેમાં ૨,૩૨,૨૦૩ પુરૂષોએ જ્યારે ૨,૫૭, ૧૪૩ બહેનોએ ભાગ લેવા અરજી કરી છે. આમ પુરૂષોની સરખામણીએ મહિલાઓએ વધુ સંખ્યામાં રસ દાખવીને અરજી કરી છે.સુગમ સંગીત, સમુહ ગીત, લગ્નગીત, લોકગીત-ભજન, દુહા-છંદ-ચોપાઇ, ગરબા, લોકનૃત્ય, રાસ, એક પાત્રિય અભિનય, તબલા, હાર્મોનિયમ, ભરતનાટયમ, વકૃત્વ, ચિત્રકલા, નિબંધ, સ્કૂલબેન્ડ, લોકવાર્તા, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, સર્જનાત્મક કામગીરી, શાસ્ત્રીય કંઠય સંગીત અને ઓરગન સહિતની  ૨૩ સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ભાગ લેવા માટે આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં અરજીઓ આવી છે.રાજ્યમાંથી સૌથી વધુ અરજીઓ અમદાવાદમાંથી ૬૩,૦૨૭ કલારસિકોની આવી છે. આ અંગે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી ગાંધીનગરના કમિશનર ડી.ડી.કાપડિયાના જણાવ્યા મુજબ ગુજરાતની ભાતિગળ સંસ્કૃતિ અને કલાના જતન માટે, ૨૩ કલાઓમાં રસ ધરાવતા કલારસિકોને રાજ્યવ્યાપી એક પ્લેટફોર્મ પુરૂ પાડીને તેમની કલા સાધનાને નિખારવા માટે કલામહાકુંભનું આયોજન કરાયું છે.તાલુકા-જિલ્લા-રાજ્યકક્ષાએ યોજાનાર આ સ્પર્ધાઓમાં વિજેતાઓનું જાહેરમાં સન્માન કરીને ઇનામ આપી તેઓને પ્રોત્સાહિત કરાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૧૦ જાન્યુઆરી સુધીના ૪૦ દિવસ માટે ચાલેલા રજિસ્ટ્રેશન પિરિયડમાં રેકોર્ડબ્રેક રીતે ૪,૮૯,૩૪૬ લોકોએ અરજી કરી છે. સૌથી વધુ અરજીઓ ગરબા, નૃત્ય, ગાયન , એકપાત્રિય અભિનય, વકૃત્વસ્પર્ધા માટેની આવી છે.તાલુકાકક્ષાએ તા.૧૧ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી સ્પર્ધા યોજાનાર છે. જિલ્લાકક્ષાએ તા. ૨૧ જાન્યુઆરીથી તા.૯ ફેબુ્રઆરી સુધી , પ્રદેશકક્ષાએ તા.૧૦ ફેબુ્રઆરીથી ૧બ્ફેબુ્રઆરી સુધી તેમજ તા. ૨૦ ફેબુ્રાઆરીથી તા.૨૮ ફેબુ્રઆરી સુધી રાજ્યકક્ષાએ કલામહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજાનાર છે. તા. ૨૯ ફેબુ્રઆરીના રોજ વડનગર ખાતે તેનું સમાપન કાર્યક્રમ યોજાશે.ગાંધીનગર  શેહીર વિસ્તારમાંથી ૭,૩૭૨ અને ગ્રામીણ વિસ્તારમાંથી ૯,૭૮૩ અરજીઓ કલામહાકુંભમાં ભાગ લેવા માટે આવી છે. ગાંધીનગરમાં હાલમા ંવિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં કલારસિકો તેમનું કળાનું અદભુત તેમજ મનમોહક પ્રદર્શન કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર