સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું-દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં રહેતી અશ્લિલ ક્લિપો જવાબદાર

શનિવાર, 2 એપ્રિલ 2022 (15:25 IST)
સુરતમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સરસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે દુષ્કર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીના કહેવા મુજબ દુષ્કર્મ જેવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે, ત્યારે તેને માટે સીધો દોષ પોલીસ ઉપર નાખવામાં આવે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસને દોષ આપવા કરતા સામાજિક રીતે લોકોની વિકૃત માનસિકતાને કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે.

હર્ષ સંઘવીએ સર્વેને ટાંકતા કહ્યું કે,બાળકીઓ પરના કેસમાં મોટા ભાગે પરિવારના નજીકના કે પાડોશીઓ જવાબદાર હોય છે. જ્યારે દુષ્કર્મ આચરનારા મોબાઈલમાં વિકૃત ફિલ્મ જોઈને આ પ્રકારના કર્મો કરતાં હોય છે.હર્ષ સંઘવીએ ઉદાહરણ આપતાં કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં સગો બાપ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરતો હોય તો એવા કિસ્સા અને કાયદો-વ્યવસ્થા સાથે કેવી રીતે જોડી શકાય. આવા કિસ્સાઓ અને સામાજિક પ્રશ્નોના સંદર્ભમાં લેવાવો જોઇએ. સમાજમાં આ પ્રકારની માનસિકતા કેવી રીતે ઉભી છે. તેના ઉપર અધ્યયન કરવું જોઈએ. ન કે માત્ર દુષ્કર્મ બળાત્કાર જેવી ઘટનાઓ બને અને તેનો દોષ પોલીસ વિભાગ ઉપર છોડી દેવો જોઈએ. કોઈ નજીકનો જ વ્યક્તિ પોતાની આસપાસની દીકરી સાથે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપે તો તેને સ્વભાવિક રીતે જ સામાજિક દૂષણ કે, સામાજીક માનસિકતાનો પ્રશ્ન માની શકાય.હર્ષ સંઘવીએ કહ્યુ કે દુષ્કર્મ જેવી ઘટનાઓ પાછળ મોબાઈલ સૌથી વધુ જવાબદાર હોય તે પ્રકારનો અનેક સર્વેમાં ખુલાસો થયો છે. મોબાઇલની અંદર જે મૂવી અને વીડિયો હોય છે. તેના કારણે લોકોની માનસિકતા ઉપર ખૂબ મોટી અસર થઇ છે. મોટાભાગના સર્વેની અંદર દુષ્કર્મ માટે ફેલાવા પાછળનું કારણ મોબાઈલનો કરવામાં આવતો દુરુપયોગ હોવાનું તારણ બહાર આવ્યું છે. તે સિવાય દુષ્કર્મના કિસ્સાઓમાં કેટલાક સ્વજનો અથવા તો પોતાની આસપાસના જાણીતા લોકો જ આ પ્રકારની ઘટનાને અંજામ આપી દેતા હોય છે. પોતાના જ પરિવારની દીકરી સાથે પોતાના નજીકના લોકો દુષ્કર્મ ગુજારતા હોય છે. તેને કાયદો-વ્યવસ્થાની ત્રુટિ માનવાને બદલે સામાજિક દ્રષ્ટિકોણથી આવી ઘટનાને જોવી જોઈએ. સમાજમાં આ પ્રકારની માનસિકતા જ્યાં ઊભી થાય છે. તેને રોકવા માટેના સામાજિક સ્તર ઉપર જ પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર