New Guidelines For PASA Act.- ગુજરાત સરકારે પાસા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી, હાઈકોર્ટે 2 વર્ષમાં 5500 પાસાના આદેશો રદ કર્યા

બુધવાર, 10 મે 2023 (13:01 IST)
New Guidelines For PASA  Act - ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર રાજ્ય સરકારે અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (પાસા) હેઠળ અટકાયતના આદેશો પસાર કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાત સરકારે પાસા માટેની નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. નવી માર્ગદર્શિકામાં અનેક બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સંબંધિત અધિકારીઓને યોગ્ય ચકાસણી વિના આ કાયદાનો ઉપયોગ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે.

નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જાતીય સતામણીના કેસમાં પાસાનો અમલ અવગણવો. ભાગવાના કે સહમતિથી સંબંધમાં પાસાને અવગણવો. જમીનના નવા કેસમાં ગુનોગારોનો ઈતિહાસ ચકાસ્યા બાદ અમલ કરવો. કેસ સમાધાન પર હોય, FIR રદ થઈ હોય તો પાસાનો કોઈ અર્થ નથી.

નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર મહિને પાસા અંગે બેઠક કરી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે જેથી દરખાસ્તોનો ભરાવો થાય નહીં. એડવોકેટ એચ.આર પ્રજાપતિ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે પાસા માર્ગદર્શિકા ઘડવા માટે આદેશ આપ્યો હતો. જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ ડી.એ જોશીની ખંડપીઠે નોંધ્યું હતું કે હાઈકોર્ટે છેલ્લા 2 વર્ષમાં આશરે 5 હજાર 500 પાસાના આદેશો રદ કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર