Gujarat Cyclone:કચ્છને આજે પણ યાદ છે 1998નો તે વાવાઝોડુ

ગુરુવાર, 15 જૂન 2023 (10:51 IST)
વાવાઝોડા 1998 - 1998માં કંડલા પર વાવાઝોડું ત્રાટક્યું અને હજારો લોકો દરિયામાં ગરકાવ થઇ ગયા. કંડલા પોર્ટને 200 કરોડનું નુકસાન થયું હતું. તે વાવાઝોડું કચ્છમાં કંડલામાં લેન્ડફોલ થયું હતું. આ વખતે બિપરજોય પણ કચ્છમાં લેન્ડફોલ થાય તેવી સંભાવના છે. 
 
લોકો કંડલાની આ તબાહીની હજુ સુધી ભૂલ્યા નથી. બિપરજોયને પણ 1998ના વાવાઝોડાની જેમ ખતરનાક માનવામાં આવે છે. કંડલામાં આવેલા તે વાવાઝોડામાં 10000થી વધુ લોકોના મોત થયા હતા. 
 
જાનવરોની સંખ્યાનો તો કોઈ હિસાબા જ નથી કારણકે કચ્છ, ભચાઉમાં રેગિસ્તાનના જહાજા ઉંટ નો પશુપાલન વધારે છે. તોય પણ મોટા મોટા આંકડા જોઈએ તો ભચાઉમાંથી 400થી વધારે ઉંટના મોત થયા હતા. 
 
મીઠા ઉદ્યોગને 200 કરોડથી વધારેનુ નુકશાન થયુ હતુ. 1998માં આવેલા વાવાઝોડામાં પવનની ગતિ 186 કિમી પ્રતિ કલાકની હતી. 9 જૂનના રોજ આ પ્રચંડ વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફોલ થયું હતું.
 
કંડલામાં આવેલા વાવાઝોડાની સ્થિતિ આ પરા થી લગાવી શકાય કે ત્યારે એક કાસ્ટિક સોડાનુ એક વહાણ જેનો વજન 20 લાખ ટન હતો કંડલા બંદરથી વહીને 10 કિમી દૂર ફેંકાઈ ગયો હતો. આ પરથી અંદાજો લગાવી શકાય કે આ વાવાઝોડાની સ્પીડ કેવી અને કેટલી ભયંકર હતી. આ વહાણ ડૂબવાથી કાસ્ટિક સોડાની અસર 6 મહીના સુધી જોવાઈ બધા ઝાડ અને લાશો તેના અસરથી બળી ગઈ હતી. તેના અસરના કારણે 13,50,587 વૃક્ષ નાશ પામ્યા હતા. બધા ઝાડ અને ઝાડ પરા લટકતી લાશો કાળી પડી ગઈ હતી. 
 
કચ્છ દરિયા પાસે ઘણા માછીમારોના પરિવાર જાન-માનની હાનિ થઈ હતી. આખુ કંડલા શહેર પાણી-પાણી થઈ ગયુ હતુ. ઘરો ડૂબી ગયા હતા. 

Edited By -Monica sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર