અમદાવાદ શહેરમાં 47 દિવસ બાદ પહેલીવાર 11 નવા કેસ નોંધાયા છે. અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં સતત 34મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં 7 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. સતત 61મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.