Gujarat Bypolls Result Live - ગુજરાત પેટાચૂંટણી પરિણામ, બાયડ અને રાધનપુરમાં ન ચાલ્યું ભાજપનું જોર
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (09:15 IST)
રાધનપુર,બાયડ સહિત કુલ છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આજે મતદારોનો ચુકાદો આવશે. આ પરિણામ બાદ ખબર પડશે કે કોની દિવાળી બગડી અને કોની સુધરી. છ બેઠકો પર મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રોની આસપાસ થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં પેટાચૂંટણીમાં હારજીતનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.ભાજપે તમામ છ બેઠકો પર વિજય હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે
બેઠક
જીત
રાધનપુર
કોંગ્રેસ
બાયડ
કોંગ્રેસ
થરાડ
કોંગ્રેસ
અમરાઈવાડી
ભાજપ
ખેરાલુ
ભાજપ
લુણાવાડા
ભાજપ
- અમરાઇવાડીમાં કોંગ્રેસ આગળ, કોંગ્રેસના ઉમેદવાર 1524 મતથી આગળ