કચ્છના મુંદ્રામાંથી ગુજરાત ATSએ 376 કરોડનું હેરોઇન ઝડપ્યું

મંગળવાર, 12 જુલાઈ 2022 (17:38 IST)
કચ્છમાં ATSએ મુંદ્રામાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. જેમાં 7 કિલો હેરોઈન કબજે કરાયુ છે. તેમજ કાપડની અંદર આવતા હાર્ડ બોર્ડમાં ડ્રગ્સ છુપાવ્યું હતુ. તેમાં દુબઈના જેબલ અલી પોર્ટથી કન્ટેનર મુંદ્રા આવ્યું હતુ. જેમાં CFSમાં રખાયેલા કન્ટેનર અંગે માહીતી મળતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે.

જે બાદ તપાસ કરતા નવી જ મોડસ ઓપરન્ડી સામે આવી હતી. કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદરના હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ.ગુજરાત એટીએસની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતુ અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસની ટીમની તપાસ ચાલી રહી છે. જેમાં મોટા માથા હાથમાં આવી શકે છે. આ હેરોઇન નો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારાપેક કરેલ હતો અને પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર