ગુજરાત વિધાનસભામાં ભાજપને ફટકો: કુલ છ બેઠકમાંથી 4 પર કોંગ્રેસ આગળ
ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:47 IST)
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે. પ્રથમ દોઢ કલાક દરમિયાન જ કુલ છ બેઠકમાંથી છ બેઠક પર ભાજપ પાછળ રહી જતા મોટો ઉલટફેર થાય તેવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત અમરાઈવાડી બેઠક માટેની છે, કારણ કે આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જેના પર ભાજપના જગદીશ પટેલ પાછળ ચાલી રહ્યા છે. તેની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા અને ધર્મેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે.
આ જ રીતે સમગ્ર ગુજરાતની જે બેઠક પર નજર હતી તેવા રાધનપુર અને પાયલની બેઠક પર પણ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો એટલે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ શરૂઆતના દોઢ કલાકમાં કોંગ્રેસના ઉમેદવારો કરતાં પાછળ ચાલી રહ્યા છે. ભાજપ જે બેઠક પર આગળ છે. તેમાં ખેરાલુ અને થરાદનો સમાવેશ થાય છે.
ચૂંટણી શરૂ થઈ ત્યારે એક સામાન્ય છાપ એવી હતી કે તમામ છ બેઠકો પર ભાજપનો ખૂબ જ સરળતાથી વિજય થઈ જશે, પરંતુ રાધનપુર બાયડ અને અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસ ફાઈટ કરશે એવું અનુમાન થઈ રહ્યું હતું. જે હવે સાચું પડી ગઈ હોય એવું લાગે એવું છે.
જોકે હજુ જેમ આગળ વધશે તેમ ચિત્ર ફરી બદલાઈ શકે છે. રાધનપુરમાં બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના રઘુ દેસાઈની લીડ ધીમેધીમે ઘટી રહી હતી અને માત્ર તેઓ છ મતથી જ આગળ રહ્યા હતા લુણાવાડા બેઠક પર ટેકનિકલ કારણોથી મતગણતરી મોડી શરૂ થઇ હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.