દયાનો સાગર. દુ:ખી જનનો આધાર. કોઈ સાદ પાડે અને દોડી આવી. એવો માણસ એટલે કે, ખજુભાઈ. જેને લોકો જીગલી-ખજૂર તરીકે અને નીતિન જાની તરીકે પણ ઓળખે છે. ખજુરભાઈ હાલ એટલા માટે ચર્ચામાં આવ્યા છે. કારણ કે તેમણે એક 22 વર્ષના યુવાનની મદદ કરી. જે છેલ્લા 8 વર્ષથી ઝાડ સાથે સાંકળ વડે બંધાયેલો હતો. આ યુવાનનું નામ મહેશ અણીયારીયા છે. અને છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહ્યો છે. અને ત્યાંથી ક્યાંઈ જઈ પણ નથી શક્તો. કારણ કે, તેને બાંધીને રાખવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આ વાતની જાણ નીતિન જાનીને થઈ તો આ કોમેડી સ્ટાર અને ગરીબોના આધાર એવા ખજૂરભાઈ આ યુવાનની મદદ દોડી ગયા.