અભ્યાસને લઈને પેરેંટ્સે આપ્યો ઠપકો તો 10માં ભણતો વિદ્યાર્થી ઘરેથી 1.5 લાખ લઈને ગોવા ભાગી ગયો

મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (14:58 IST)
એક વય  હોય છે જ્યારે પેરેન્ટ્સ દ્વારા અભ્યાસને લઈને કહેવામાં આવતી વાતો ટોર્ચર જેવી લાગે છે.  તેમનુ  સમજાવવુ  પણ ઠપકો આપવા જેવુ લાગે છે. આ ચક્કરમાં પેરેન્ટ્સ અનેક બાળકો માટે ખલનાયક બની જાય છે. આવો જ એક મામલો વડોદરામાં જોવા મળ્યો છે.  જ્યારે પેરેંટ્સે 14 વર્ષીય પોતાના પુત્રને અભ્યાસને લઈને ઠપકો આપ્યો તો તે ઘરેથી 1.5 લાખ રૂપિયા લઈને ગોવા ભાગી ગયો અને ત્યા ખૂબ મસ્તી કરી. જો કે શનિવારે વડોદરા પોલીસે બાળકને તેના માતા પિતાને સોંપી દીધો. ઉલ્લેખનીય છે કે પોલીસે બાળકના ફોન પર નજર રાખી હતી. તેથી જ્યારે તેણે મોબાઈલને નવી સિમ સાથે ચાલુ કર્યો તો તે ટ્રેક થઈ ગયો અને પોલીસ તેના સુધી પહોંચી ગઈ. 
 
શુ છે સંપૂર્ણ સ્ટોરી 
 
રિપોર્ટ મુજબ પેરેન્ટ્સએ અભ્યાસ ન કરવાને લઈને અને સમય વેડફવાને લઈને પોતાના 10માં ધોરણમાં ભણનારા પુત્રને ઠપકો આપ્યો હતો. સાથે જ એ જ દિવસે તેના દાદાએ પણ અભ્યાસમાં ધ્યાન ન આપવાને લઈને તેને ઠપકો આપ્યો હતો.   બાળક આ વાતને લઈને ગુસ્સામાં ઘર છોડીને ભાગી ગયો.  માહિતી મુજબ સગીર પહેલા ગોવાની ટ્રેન પકડવા સ્ટેશન ગયો. આધાર કાર્ડ નહોતુ તો ટિકિટ મળી નહી. જ્યાર બાદ તેણે પુનાની બસ પકડી લીધી. જ્યાથી તે ગોવા પહોંચી ગયો. 
 
જ્યારે આ બાજુ તેના માતા-પિતાના છોકરો ગુમ થવાથી ચિંતા બેઠી. તેમણે બધે તપાસ કરીને છેલ્લે પોલીસમાં છોકરાના ગુમ થવાની અને અપહરણ થયા હોવાની શંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી. જોકે બીજા દિવસે તેમને ખબર પડી કે ઘરમાંતી દોઢ લાખ રુપિયા પણ ગૂમ થયા છે. જેથી તેમણે પોલીસને આ અંગે જાણ કરી અને પોલીસે પોતાની તપાસ તે દિશામાં શરું કરી. આ બાજુ ગોવા પહોંચીને ક્લબમાં પોતાની સપનાની લાઈફ જીવતા જીવતા તરત જ છોકરાને ખબર પડી કે તેની પાસે હવે રુપિયા પુરા થઈ રહ્યા છે. ગોવામાં તેણે 1 લાખ રુપિયા ક્લબમાં અને જલસાથી રહેવા પાછળ ફૂંકી માર્યા. તેથી તે પાછો બસ દ્વારા પુણે આવ્યો અને અહીં તેણે સિમ કાર્ડ ખરીદ્યું. આ સિમ કાર્ડ લઈને તે ગુજરાત આવવા પ્લાન કરી રહ્યો હતો. જોકે તેને પોતાના ઘરે તો આવવું જ નહોતું.
 
જ્યારે પોલીસને જાણ થઈ લોકેશન 
 
બીજી બાજુ પોલીસે બાળકના મોબાઈલ પર નજર રાખી હતી. જ્યારે તેણે નવી સિમ નાખવા માટે મોબાઈલ ઓન કર્યો તો પોલીસને તેની લોકેશન મળી ગઈ. પોલીસે ટ્રાવેલ એજંસીને કૉલ કરી બાળકને ઓફિસમાં રોકવાનો આદેશ આપ્યો. સાથે જ પુણે પોલીસે પણ સંપર્ક કર્યો. જેમણે બાળકને પોતાની કસ્ટડીમાં લીધો. 25 ડિસેમ્બરના રોજ પુણે પોલીસે વિદ્યાર્થીને વડોદરા પોલીસને સોંપ્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર