GPSCએ વહિવટી કારણો સર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવાયું છે કે, સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 અને ફિઝિસ્ટ પેરામેડીકલ, વર્ગ-2ની અનુક્રમે તારીખ 9 અને 26 નવેમ્બરે પરીક્ષા યોજાનારી હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા જણાવાયુ છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-2 માટેની સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ)ની અને અધીક્ષક, વર્ગ-2 (નિયામક, અભિલેખાગાર)ની અગાઉ મુલતવી રાખેલ પ્રાથમિક કસોટીઓની નવી તારીખો નિયત કરવામાં આવેલ છે. જે અનુક્રમે 1થી1 નવેમ્બર તેમજ અધીક્ષકની 9 નવેમ્બરે પરીક્ષા યોજાશે.