અમદાવાદના લાલદરવાજા બહુમાળી ભવનમાં સહાયક રાજ્ય વેરા કમિશનર, ઘટક- ૩ની કચેરીમાં કંઇક આવું જ થયું છે.અમદાવાદમાં રાજ્યવેરા કમિશનર કચેરીમાં એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો કમિશનરની મંજૂરી લેવી પડશે. આ કારણોસર રાજ્યવેરા કમિશનર કચેરીના કર્મચારીઓએ દાળવડા મંગાવવા માટે અરજી કરી હતી જે સોશિયલ મિડીયામાં ધૂમ વાયરલ થઇ છે. સહાયક વેરા કમિશનર અન્વેષા સી. ભટ્ટે પોતાની કચેરીના કર્મચારીઓને બહારથી નાસ્તો મંગાવવા માટે પરમિશન મેળવવા આદેશ કર્યો છે. અમદાવાદ સ્થિત રાજ્યવેરા કમિશનર કચેરીના કર્મચારીઓનુ કહેવુ છેકે, રાજ્યવેરા નિરીક્ષકે એવી સૂચના આપી હતીકે, જો ઓફિસમાં નાસ્તો મંગાવવો હોય તો રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની મંજૂરી લેવી પડશે. જો આ સૂચનાનું પાલન નહી કરાય તો જે તે કર્મચારીવિરુધ્ધ પગલાં લેવામાં આવશે.જોકે,