પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી પીએમ કિસાન મોબાઇલ એપના માધ્યમથી પોતાની સ્થિતિની ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતો પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે, ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 14 મે ના રોજ સરકારે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટાંસફર કરવા શરૂ કર્યા હતા. પીએમ મોદીએ દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોનો વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા 20000 કરોડ રૂપિયાથી વધુનો આઠમો હપ્તો રજુ કર્યો છે. માહિતી મુજબ ડિઝિટલ ઈંડોયાએ થોડા સમય પહેલા ટ્વિટર પર ટ્વીટ પર ટ્વીટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયાએ થોડા સમય પહેલા ટ્વિટર પર ટિ્વટ કર્યું હતું કે
#પીએમકિસાનયોજના હેઠળના તમામ ખેડૂત લાભાર્થીઓ હવે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમની સ્થિતિ ડિજિટલ રીતે ચકાસી શકે છે, આ યોજનાએ પોતાના 8 મા હપ્તાના માધ્યમથી 9.5 કરોડથી વધુ ખેડુતોને 20,000 કરોડથી વધુ રજુ કર્યા છે, વધુ માહિતી માટે pmkisanની મુલાકાત લો.