ગિરનારની લીલી પરિક્રમાની તારીખ જાહેર થઈ, આ તારીખથી યોજાશે

બુધવાર, 8 નવેમ્બર 2023 (09:19 IST)
Girnar Lily Parekrama - કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગિરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. ગિરનારની લીલી પરિક્રમાની તારીખ જાહેર  થઈ ગઈ છે.  23 નવેમ્બરથી આ પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે 23 નવેમ્બર 2023ના રોજથી આ પરિક્રમાનો પ્રારંભ થશે એવી માહિતી સામે આવી છે.
 
 
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે.  ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. બે વર્ષ કોરોનાના કારણે લીલી પરિક્રમા બંધ હતી.  ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાંભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. ગિરનારની તળેટીમાં લીલું ચક્ર પૂર્ણ કરવા માટે લાખો યાત્રાળુઓ ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર ચાલે છે. પરિક્રમા માર્ગ પર વિવિધ ઉત્તરા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે કેટલાક ભક્તો ઘરેથી કાચો માલ લાવે છે અને જંગલમાં જ રસોઇ કરીને વન ભોજન કર્યાનો આનંદ પણ માણે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર