આજથી ધો.10 તેમજ ધો. 12 ની બોર્ડ એક્ઝામ, બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર, પરીક્ષા આપવા જતા પહેલા વાંચી લેજો
આજથી શરૂ થઈ રહેલી ધો.10 તેમજ ધો. 12 ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યનાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સાબરમતી જેલમાં ધો. 10 ના 27 અને ધો. 12 ના 28 કેદીઓ પરીક્ષા આપશે. તેમજ દિવ્યાંગ બાળકો માટે અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગયા વર્ષે ધોરણ 10, 12ના 16.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં 1,65,846 વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 1,11,549 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 20,438 વિદ્યાર્થી રિપીટર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 74,547 વિદ્યાર્થી રિપીટર છે.