ભારત અને બ્રિટન વચ્ચેની સંધિ બાદ પ્રથમ વખત યુનાઈટેડ કિંગડમ (યુકે)ની અદાલતે કોઈ વ્યક્તિને હત્યા માટે દોષિત ઠેરવ્યો છે. આ વ્યક્તિ તેની બાકીની સજા ગુજરાતના સુરતમાં ભોગવશે. ગુજરાતના ઉમર ગામના રહેવાસી આરોપી જીગુ સોરઠીને વર્ષ 2020માં એક મહિલાની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 23 વર્ષનો આરોપી જીગુ તેની 21 વર્ષની મંગેતર ભાવિનીની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. બ્રિટનની લેસ્ટર કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે, જે અંતર્ગત જીગુ બ્રિટનમાં તેની 4 વર્ષની સજા
પૂરી થઈ ગઈ છે.
ભારત પાછા ફરવા વિનંતી
જીગુ સોરઠીએ યુકેની કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન ભારત પરત ફરવા વિનંતી કરી હતી. જે બાદ જીગુ સોરઠીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. યુકે સરકાર અને ભારત સરકાર વચ્ચે એક કરાર થયો હતો, જેના આધારે જીગુને બાકીની સજા ભોગવવા માટે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.