પહેલાં ફ્રેન્ડશીપ કરીને બિભત્સ વીડિયો બનાવ્યો પછી રિલેશનશિપ અને પછી...

ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (10:18 IST)
રાજ્યમાં સતત ક્રાઇમની બનાવોમાં સતત વધારો થતો જાય છે. દરરોજ નવા કેસનો પર્દાફાશ થાય છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી હની ટ્રેપના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટના કાલાવડ રોડ પરથી આવેલી ધાર્મિક સંસ્થામાં રસોયા તરીકે કામ એક વ્યક્તિ બિભત્સ વિડીયો બનાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહી બિભત્સ વીડિયો બનાવીને પાંચ જેટલા વ્યક્તિઓએ 4 કરોડની માંગ કરી અને રૂપિયા નહી આપે તો વીદિયો વાયરલ કરીને તેની સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી.  
 
જોકે ક્રાઇમ બ્રાંચની સમયસૂચકતાના લીધે સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો હતો. રાજકોટમાં ગે હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટની એક ધાર્મિક સંસ્થાના એક સેવક દ્વારા પોલીસને તેનો બિભસ્ત વિડીયો બનાવીને વાયરલ નહિ કરવા માટે 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી.
 
ફરિયાદીએ પોલીસને કેટલાક ફોન રેકોર્ડિંગ અને મોબાઇલ નંબર આપ્યા હતા. જેના આઘારે પોલીસે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ, ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ અને કિશોર ગોહિલની ધરપકડ કરી છે.
 
જો કે વીડિયો ઉતારનાર અને આખી હનીટ્રેપનું છટકું ગોઠવનાર પોલીસ પકડથી બહાર છે. પોલીસના કહેવા પ્રમાણે હનીટ્રેપનું છટકું ગોઠવનારે વીડિયો ઉતાર્યા બાદ કિશોરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ આખો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હનીટ્રેપનો માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ એક સંસ્થામાં ભોજન માટે જતો હતો. ત્યારે તેને રસોડાના સેવક સાથે મિત્રતા કેળવી હતી.
 
આ યુવક સંસ્થામાં બંને ટાઇમ ભોજન માટે જમવા માટે જતો હતો. આ મિત્રતા ચેટિંગ સુધી પહોંચી હતી અને બંને મળવા લાગ્યા હતા. બંને વચ્ચેની મિત્રતા શારીરિક સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે શારીરિક સબંધ બાંધતો હતો.
 
આ શારીરિક સંબંધનો તેણે બિભસ્ત વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારીને કિશેરસિંહે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી. ખંડણી મંગાતા જ યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર