આ 5 કારણોને લીધે પતિ પત્નીને ખુશ રાખી શકતો નથી

ગુરુવાર, 25 નવેમ્બર 2021 (14:51 IST)
લગ્નજીવનમાં પતિ પત્ની બંનેનુ ખુશ રહેવુ ખૂબ જરૂરી છે. પણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને કારણે પાર્ટનર એકબીજા સાથે સમય વીતાવી શકતા નથી. તેનાથી તેમની પર્સનલ લાઈફ ખૂબ પ્રભાવિત થય છે. જેનાથી શારીરિક સંબંધોમાં પણ ખટાશ આવી જાય છે. જેનાથી અનેકવાર પતિ-પત્ની  વચ્ચે દરાર પણ પડી જાય છે. પુરૂષોની કેટલીક ખરાબ ટેવને કારણે તેઓ પાર્ટનરને સંતુષ્ટ કરવા મામલે નિષ્ફળ રહે છે. લગ્નજીવનમાં ખુશ રહેવા માટે તમારી આ આદતો તરફ ધ્યાન જરૂર આપો. 
 
1. પૈસા કમાવવા પાછળ ભાગવુ 
 કેટલાક પુરૂષ પૈસા કામવવાની હોડમાં લાગ્યા રહે છે. જેના કારણે પોતાના પાર્ટનર તરફ ધ્યાન આપી શકતા નથી. તેનાથે તેમનુ લગ્નજીવન ખૂબ મુશ્કેલીઓ આવવી શરૂ થઈ જાય છે. 
 
2. તનાવમાં રહેવુ - તનાવને કારણે પણ સંબંધોમાં મુશ્કેલી ઉભી થવા માંડે છે. તેનાથી પતિ પત્નીને પોતાના પરસ્પર સંબધો પણ ખરાબ થવા માંડે છે.  પાર્ટનર સાથે ખુશીથી જીંદગી વિતાવવા માંગો છો તો એકબીજા માટે સમય કાઢો અને પર્સનલ લાઈફ એંજોય કરો. 
 
3. ખાન-પાનની ખોટી ટેવ - લોકો આજકાલ ઘરનુ ખાવાને બદલે બહાર ખાવુ પસંદ કર છે અને ભાગદોડ ભરી જીંદગીમાં પોતાના આરોગ્ય પર પણ ધ્યાન આપતા નથી.  જેનાથી મર્દાનગી સંબંધી સમ્સ્યાઓ પણ શરૂ થઈ જાય છે. 
 
4. અન્ય સાથે તુલના - લગ્નના 4-5 વર્ષ પછી પત્ની સામાન્ય રીતે બાળક કે ફેમિલીમાં વ્યસ્ત થઈ જાય છે. તેથી તે પોતાની તરફ ધ્યાન આપી શકતી નથી ત્યારે મોટાભાગના પુરૂષોને એક ગંદી ટેવ હોય છે કે તેઓ પોતાની અને પરિવારની સેવા કરનારી અને બાળકોના ઉછેર પાછળ કિમંતી સમય આપનારી પત્નેની તુલના ઓફિસમાં કામ કરતી યુવતીઓ સાથે કરે છે. જેને કારણે પત્નીને મન દુખ થાય છે અને જેની અસર તેમના સંબંધો પર પણ પડે છે. 
 
5 . ગેઝેટ્સનો ઉપયોગ - આજકાલ લોકો પરિવારથી વધુ પોતાન અમોબાઈલ ફોન સાથે સમય વિતાવે છે. ઘર પરત આવતા પણ મોબાઈલ પર જ વ્યસ્ત રહેવાથી આ વાતની જાણ થાય છે કે તમને પાર્ટનરની ચિંતા ઓછી જ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર