સુરતની હોસ્પિટલમાં લાગી આગ, કાપોદ્રાની હોસ્પિટલમાં સિટી સ્કેન વિભાગમાં આગ

સોમવાર, 21 ઑગસ્ટ 2023 (18:05 IST)
કાપોદ્રા રોડ પર રવિવારે મોડીરાત્રે પી પી સવાણી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સિટી સ્કેન વિભાગમાં ACમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગતા ભાગદોડ થઈ ગઈ હતી. 
 
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા રોડ પર સિધ્ધ કુટીર પાસે આવેલી પી.પી.સવાણી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ સીટી સ્કેન વિભાગ આવેલો છે જો કે રવિવારે મોડીરાત્રે આ વિભાગના ઈન્ડોર એસીમા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જેને લીધે ધુમાડો નીકળતા ત્યાં હાજર કર્મચારી સહિતના લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. જ્યારે ત્યાંના કર્મચારીઓએ ત્યાં કાર્યરત ફાયરના સાધનોથી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરતા હતા. કોલ મળતા ચાર ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો તે પહેલા ત્યાંના લોકોએ આગ ઓલવી નાખી હતી અને ફાયર જવાનોએ કૂલિંગ કામગીરી કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર