મુખ્યમંત્રીએ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે આપ્યા તપાસના આદેશ, 3 દિવસમાં કાર્યવાહી પુરી થશે

ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (09:52 IST)
આજે વહેલી સવારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જ્યાં ગુરૂવારે 3:30 વાગે આઇસીયુમાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. 

 
તો બીજી તરફ પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં આશ્વાસન પુરૂ પાડ્યું હતું કે વહિવટીતંત્ર તંત્ર દ્વારા સંભવ કરવામાં આવશે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર સાથે પણ વાત કરી છે. તેના પગલે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. 
 
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
 
મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર