સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે. મંગળવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોઇ શકે છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી