ફાયરબ્રિગેડની ઐતિહાસિક ઈમારત ભૂતકાળ બનશે,દાંડિયાબજારમાં રસ્તો પહોળો કરવા ઈમારત જમીનદોસ્ત કરાશે

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (16:26 IST)
વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોમાં જેની ગણના થાય છે તે દાંડીયાબજાર વિસ્તારની ફાયરબ્રિગેડની ભવ્ય ઇમારત રસ્તો પહોળો કહવા માટે  જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવાતા જોવાલાયક ઇમારત ભૂતકાળ બની જશે.કોર્પોરેશને તમામ કર્મચારીઓને તા.૨૮ ફેબુ્રઆરી સુધીમાં ક્વાટર્સ ખાલી કરવા આદેશ આપ્યો છે.જો કે ફાયરબ્રિગેડનો મુખ્ય કંટ્રોલરૃમ કાયમી ધોરણે ક્યાં લઇ જવાશે તે અંગે તંત્ર હજી અવઢવમાં છે.
વડોદરા ફાયરબ્રિગેડની સૈનિકોના ક્વાટર્સ સાથેની ગાયકવાડી સમયની યાદ અપાવતી ઇમારતનો પાયો ૧૯૫૧ની સાલમાં નંખાયો હતો.ઇમારતમાં નીચે ૮વાહન પાર્ક થાય તેવા છ ડેલા અને ઉપર ત્રમ માળમા ૨૪ કવાટર્સ હતા.૨૪ કલાક ફાયર સેવા મળી રહે તે માટે ચીફ ફાયર સહિતના સ્ટાફ માટે અહીં રહેવાના ક્વાટર્સ બનાવવામાં આવ્યા હતા. વડોદરા શહેરની જોવાલાયક ઇમારતો પૈકીની એક એવી ફાયરબ્રિગેડની ભવ્ય ઇમારત  હવે ભૂતકાળ બની રહેશે.કોર્પોરેશન દ્વારા રસ્તો પહોળો કરવા માટે આ ઇમારતને જમીનદોસ્ત કરવા માટે નિર્ણય લેવાયો છે.ઇમારતમાં રહેતા ૧૫ સ્ટાફ કર્મીઓને પણ કવાટર્સ ખાલી કરવા નોટીસ આપી દેવામા આવી છે.
નવાઇની વાત એ છે કે,વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં ફાયર સર્વિસ આપતા વડોદરા ફાયરબ્રિગેડના મુખ્ય કંટ્રોલરૃમને ક્યાં લઇ જવો ? તેના મોંઘાદાટ ફાયર એન્જિન ક્યાં લઇ જવા ? રસ્તો કેટલો મોટો કરાશે ? જેવી કોઇ  જ  યોજના હજી તૈયાર નથી.વડોદરાના કલા,સ્થાપત્ય અને સંસ્કૃતિના ગુણગાન ગાતા તમામ પક્ષના રાજકીય નેતાઓ માટે પણ આ નિર્ણય કસોટીરૃપ બન્યો છે. પ્રથમ ચીફ ફાયર અરવિંદરાય વૈષ્ણવના પુત્ર મૌલિનભાઇએ કહ્યુ હતુ કે,વડોદરા ફાયરબ્રિગેડની દાંડીયાબજારની ઇમારત માટે પહેલા ચીફફાયર અરવિંદરાય વૈષ્ણવનો મહત્વનો ફાળો હતો.ગાયકવાડી સમયે રાવપુરા,લહેરીપુરા અને વાડી વિસ્તારમાં બંબાથાના હતા.અરવિંદરાય વૈષ્ણવે તત્કાલીન વડોદરા નગર પાલિકાના પ્રમુખ વેણીભાઇ મોદી સમક્ષ ફાયરના સાધનો અને સ્ટાફ એકસાથે હોય તેવી યોજના મુકી હતી.મુંબઇની ઇમારતનો અભ્યાસ પણ કરાયો હતો અને તેને આધારે ઇમારત બનાવાઇ હતી. દાંડીયાબજાર ફાયરબ્રિગેડની ત્રણમજલી ઇમારતમાં નીચે ફાયરના સાધનો અને ઉપર ૨૪ ક્વાટર્સ બનાવવામા આવ્યા હતા.શરૃઆતમાં ક્વાટર્સની બહાર મધ્યમાં થાંભલા મુકાયા હતા.ઇમરજન્સી કોલ આવે ત્યારે જવાનો દાદર વાટે નહી પણ ત્રણ માળ સુધીના થાંભલા વાટે લસરીને નીચે ઉતરતા હતા.જો કે હવે આ થાંભલા રહ્યા નથી.

વેબદુનિયા પર વાંચો