સરકારની જાહેરાત બાદ શેરબજારમાં આવી તેજી, sensex 584 અંક ચઢ્યો અને નિફ્ટી 10,972 પર ખુલ્યો

બિઝનેસ ડેસ્ક

સોમવાર, 26 ઑગસ્ટ 2019 (10:33 IST)
ગ્લોબલ બજારમાંથી મળેલ મજબૂત સંકેતો અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નાણાકીય જાહેરાતોને કારણે આજે ભારતીય શેયર બજારની શરૂઆત વધારા સાથે થઈ. વેપારની શરૂઆતમાં સેસેક્સ  584.07 અંક એટલે કે 1.59 ટકા વધીને 37,285.23 પર અને નિફ્ટી 143.25 અંક એટલે કે 1.38 ટકા વધીને 10,972 પર ખુલ્યો 
 
આજના કારોબારમાં દિગ્ગજ શેર સાથે સ્મોલકૈપ અને મિડકૈપ શેરોમા ઉછાળો જોવા મળ્યો. બીએસઇનું સ્મોલકૈપ ઇન્ડેક્સ 0.06 અને મિડકૈપ ઇન્ડેક્સ 0.09 ટકાના ઉછાળા સાથે વેપાર કરી રહ્યું છે.
 
બેંક અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીનાં ઓટો ઇન્ડેક્સમાં 0.66 ટકાનો ઉછોળો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 14 અંતના વધારા સાથે 28200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ત્યાં જ આઇટી ઇન્ડેક્સ 0.89 ટકા, ફાર્મા 0.69 ટકા, રિયલ્ટી ઇન્ડેક્, 0.99 ટકાની વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર