વિરોધને લઈને VHP સહ મંત્રી ધિમંતભાઈ શેઠે વાતચીત કરતા જણાવ્યું હતું આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ સામે સૂત્રોચ્ચારો કરી રાહુલ ગાંધીના પૂતળાદહન કરવામાં આવ્યું છે. આ અંગે પૂર્વ વિભાગ અધ્યક્ષ બિપીનભાઈ પંચાલની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે વૈશ્વિક હિન્દુ સમાજના અપમાન બાબતે પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે વિરોધ પ્રદર્શનમાં પોલીસ પ્રશાસન દ્વારા રાજેશભાઈ ભાવસાર, ચિંતનભાઈ લોઢા, અજય ગોસ્વામી, સાગરભાઈ જટિયા તથા ધિમાંતભાઈ શેઠને સહિતના કર્યકરોને ડીટેઈન કરી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતાં અને અવસર વીત્યે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરેલ ન હોય તેમને મુક્ત કરવામાં આવ્યા હતાં