ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યારે ગુજરાતમાં અમદાવાદ, નવસારી, રાજકોટ જેવાં સંખ્યાબંધ સ્થળોએ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ જાય એવો વરસાદ આવી ગયો. એની પાછળ પણ લા નિના નામની ઘટનાની અસર છે.
La Nina:
લા નીના એટલે ENSO ન્યુટ્રલ કન્ડિશન નું વધુ મજબૂત રૂપ. લા નીના માં પશ્ચિમી ટ્રેડ વિન્ડ નોર્મલ કન્ડિશન થી વધુ મજબૂત થાય છે જેથી ઓસ્ટ્રેલિયા બાજુ ગરમ પાણી વધુ એકઠું થાય છે. સામાન્ય રીતે વરસાદ ગરમ પાણી બાજુ હોય છે અને તેથી ઓસ્ટ્રેલિયા બાજુ નોર્મલ થી વધુ વરસાદ પડે છે અને દક્ષિણ અમેરિકા બાજુ ઓછો વરસાદ પડે છે.