મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિવિધ તારીખોએ જરૂરી રીપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂર્ણ થયે કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે વિદ્યુત પુરવઠો તા.16 થી 21 દરમ્યાન સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ રીપેરીંગ વહેલુ પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગોરવા સબ ડિવિઝન, બીઆઈડીસી ફીડર સહિત અલકાપુરી સબ ડિવિઝન છાણી, વાસણા સબ ડિવિઝન સેફરોન ફીડર સહિત ભાયલી ફીડર આસપાસના વિસ્તારમાં તા.14મીએ વીજ પુરવઠો બંધ રહેશે તેવી જ રીતે અટલાદરા સબ ડિવિઝન ચાણક્ય ફીડર, અકોટા સબ ડિવિઝન દિવાળીપુરા ફીડર તથા સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર તથા ફતેગંજ સબ ડિવિઝન યુનિવર્સિટી ફીડર સહિત આસપાસના વિસ્તારમાં તા.16મીએ નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત ફતેગંજ સબ ડિવિઝન ગોવર્ધન ફીડર, આટલાદરા સબ ડિવિઝન લોટસ ફીડર તથા વાસણા સબ ડિવિઝન રાધેશ્યામ ફીડર આસપાસના વિસ્તારમાં 18મીએ નિયત સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે આવી જ રીતે લક્ષ્મીપુરા સબ ડિવિઝન કલ્પ ફીડર, સમા સબ ડિવિઝન જય અંબે ફિડરના આસપાસના વિસ્તારમાં તા.19મીએ વીજ પુરવઠો બંધ રહેશે.
જ્યારે અલકાપુરી સબ ડિવિઝન વેસ્ટર્ન રેલવે ફીડરના આસપાસનો વિસ્તાર તા.21મીએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામગીરી વહેલી પૂરી થયેથી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવા છે તેની નોંધ લેવા વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.