ઉડતા ગુજરાતઃ ગુજરાતમાં ચૂંટણી ટાણે 524 કરોડનું ડ્રગ્સ, 11 કરોડનો દારૂ જપ્ત

સોમવાર, 22 એપ્રિલ 2019 (14:18 IST)
ગુજરાતમાં આવતી કાલે થનારી લોકસભા ચૂંટણી માટે રવિવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 10 માર્ચે ચૂંટણી જાહેર થયા પછી 21 એપ્રિલે ચૂંટણી પ્રચાર બંધ થયો છે ત્યાં સુધી રાજ્યમાંથી કરોડોનું ડ્રગ્સ અને દારૂ જપ્ત થયો છે. આ સમયગાળા દરમિયાન તમિલનાડુ પછી બીજા નંબરે ગુજરાતમાં સૌથી વધુ પ્રતિબંધિત સામગ્રી અને રોકડ ઝડપાઇ છે. કેન્દ્રિય ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતો પ્રમાણે ગુજરાતમાંથી કુલ 7.59 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે તમિલનાડુમાં આ રકમ 213.18 કરોડની છે. મહત્વનું છે કે ગુજરાતમાંથઈ 2014ની લોકસભા ચૂંટણી વખતે રૂપિયા 2.18 કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઇ હતી. તે પ્રમાણે 2014 કરતા 2019માં આ રકમ વધારે મોટા પ્રમાણમાં જપ્ત થઇ છે. ડ્રાયસ્ટેટ તરીકે ઓળખાતા આપણા રાજ્યમાંથી આ સમયગાળા દરમિયાન 3.9 લાખ લીટર દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત દેશનાં રાજ્યોમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે. ગુજરાતમાંથી 130.73 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું છે જેનું મૂલ્ય 524.34 કરોડ રૂપિયા છે. ડ્રગ્સ ઝડપાવવાનાં કેસમાં ગુજરાત પછી દિલ્હીનો વારો આવે છે જ્યાંથી 352.69 કરોડ રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આખા દેશમાંથી 58962.119 કિગ્રાનું ડ્રગ્સ ઝડપાયું છે જેનું મૂલ્ય 1168.539 કરોડ રૂપિયા છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર